દશપર્ણી અર્ક

દશપર્ણી અર્ક | પ્રાકૃતિક ખેતીમાં સૌથી શક્તિશાળી જંતુ નિયંત્રક કેવી રીતે બનાવવું તે જાણો.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને જૈવિક ખેતી પદ્ધતિમાં કુદરતી રોગ નિયંત્રણ માટે વિવિધ પ્રકારના જંતુ નિયંત્રણ વિકસાવવામાં આવે છે, જેમાં દશપર્ણી અર્ક ખૂબ જ અસરકારક જંતુનાશક છે.

નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્રનો ઉપયોગ મુખ્યત્વે પ્રાકૃતિક ખેતીમાં રોગ નિયંત્રણ માટે થાય છે. પરંતુ તેમ છતાં જો રોગને કાબૂમાં રાખવો મુશ્કેલ બની જાય અથવા રોગનું પ્રમાણ ખૂબ વધારે હોય તો દશપર્ણી અર્કનો ઉપયોગ કરવો જોઈએ.

દશપર્ણી અર્ક | પ્રાકૃતિક ખેતીમાં સૌથી શક્તિશાળી જંતુ નિયંત્રક કેવી રીતે બનાવવું તે જાણો.

પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોએ જાણવું જોઇએ કે રાસાયણિક ખેતી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતીમાં બદલતી વખતે શરૂઆતના કેટલાક વર્ષો સુધી રોગને નિયંત્રિત કરવું મુશ્કેલ છે.

જ્યારે 2 થી 3 વર્ષ પછી આ રોગ પ્રાકૃતિક ખેતીમાં ભાગ્યે જ આવે છે અને હવે તેનું નિયંત્રણ કરવું સરળ બની જાય છે. પરંતુ શરૂઆતના વર્ષોમાં દશપર્ણી અર્ક જેવું જંતુનાશક રાસાયણિક જંતુનાશક જેટલુ જ અસરકારક સાબિત થાય છે.

દશપર્ણી અર્ક બનાવવાની રીત

દશપર્ણી અર્ક બનાવવાની રીત

આવી સ્વદેશી જંતુનાશક બનાવવી ખૂબ જ સરળ છે અને ખેડૂત પોતાના ઘરે ઉપલબ્ધ સામગ્રીમાંથી ખૂબ જ ઓછા ખર્ચે દશપર્ણી અર્ક બનાવી શકે છે.

દશપર્ણી અર્ક તૈયાર કરવા માટેની સામગ્રી.

દશપર્ણી અર્ક બનાવવા માટે એવા સ્થાનિક વૃક્ષો અને છોડના પાન પસંદ કરવામાં આવે છે, જેના પર જંતુ લાગવાની શક્યતા નહિવત હોય છે.

સ્થાનિક વૃક્ષ-છોડ
લીમડાના પાન અને નિંબોળી
સીતાફળી
એરંડા
બિલ્લી
કરંજ
તુલસી
આંબો
ધતુરો
આંકડો
દાડમી
જાસુદ
જામફળી
કારેલા
અર્જુન
કરેણ
હળદર
પપૈયા
આદુ
ગલગોટા નો આખો છોડ

તમે આ સ્થાનિક છોડમાંથી કોઈપણ 10 છોડ પસંદ કરી 2-2 કિલો પાન લય શકો છો, જો આમાંથી 10 છોડ ઉપલબ્ધ ન હોય તો, તમારા મતે, કોઈપણ સ્થાનિક છોડ કે જેને ગાય અને બકરા ખાવાનું પસંદ નથી કરતા, આવા છોડના પાંદડાઓનો ઉપયોગ કરી શકો છો.

દશપર્ણી અર્ક તૈયાર કરવા માટેની અન્ય સામગ્રી
ક્રમ
જરૂરી ઘટકો
ઘટકની માત્રા
1
દેશી ગાયનું ગૌમૂત્ર
20 લિટર
2
દેશી ગાયનું છાણ
2 કિલો
3
તમાકુ
1 કિલો
4
લીલા મરચાની ચટણી
1 કિલો
5
ગાંગડા હિંગ પાવડર
10 ગ્રામ
6
દેશી લસણની ચટણી
500 ગ્રામ
7
આદુની ચટણી
500 ગ્રામ
8
હળદર પાવડર
500 ગ્રામ

એક વાત ધ્યાનમાં રાખો કે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે ભારતીય દેશી જાતની ગાયના ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ સમજવો જોઈએ, વિદેશી જાતિની ગાયના ગોબર અને ગૌમૂત્ર પર પ્રતિબંધ છે.

આ તમામ 10 ઔષધીય છોડના પાનને 200 લિટરના ટીપણામાં નાખતા પહેલા, ઉપરની સામગ્રી ઉમેરો અને સારી રીતે મિશ્રણ કરો, પછી ઔષધીય છોડના પાન ઉમેરો.

ટીપણુ રાખવા માટે, એવી જગ્યા પસંદ કરો જ્યાં છાંયો હોય, તેના પર વરસાદનું પાણી અને સૂર્યપ્રકાશ ન પડે તેવી રીતે સુરક્ષિત હોવું જોઈએ.

બધી સામગ્રી ઉમેર્યા પછી, 200 લિટર ટીપણાને આખુ પાણીથી ભરીલો.

ટીપણાની બધી સામગ્રીને લાકડીની મદદથી સારી રીતે મિશ્રણ કરો. પછી તેને કપડાથી ઢાંકીને રાખો અને સવાર-સાંજ ઘડિયાળની દિશામાં 3 થી 4 દિવસ સુધી હલાવો.

હવે તે દ્રાવણને 35 થી 50 દિવસ સુધી સડવા માટે રાખો. ત્યારબાદ તેને કપડાની મદદથી ગાળી લો અને સારી રીતે નિચોવી લો.

હવે દશપર્ણી અર્ક તૈયાર છે, તેને ઉપયોગ માટે 6 મહિના સુધી સંગ્રહિત કરી શકાય છે. સંગ્રહ કરતી વખતે, એવી જગ્યા પસંદ કરો જે બાળકો અને પ્રાણીઓની પહોંચથી દૂર હોય.

દશપર્ણી અર્ક વાપરવાની રીત

દશપર્ણી અર્ક વાપરવાની રીત

દશપર્ણી અર્કનો ઉપયોગ તમામ પ્રકારના રસ ચૂસનાર જંતુઓ અને પાક-છોડમાં આવતી તમામ પ્રકારની ઇયળોના નિયંત્રણ માટે થાય છે.

પાક અને છોડમાં રોગનું પ્રમાણ અને વાવણી પછી કેટલો સમય થયો છે તે ધ્યાનમાં રાખી આશરે 200 લિટર પાણીમાં 5 થી 7 લિટર દશપર્ણી અર્કનો ઉપયોગ કરી શકાય છે.

અમારી વેબસાઇટ prakritikkheti.com પર મુલાકાત બદલ તમામ ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર.

તમારો પ્રતિસાદ અમારા માટે મૂલ્યવાન છે, તેથી અમને કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિસાદ આપો. આભાર.

admin

Hi, I am Hardev! If you are a fan of knowledge and wisdom then we are equally interested. I love entrepreneurship and content writing so much, I would love to serve you something new. So stay connected with me and enjoy it.

Leave a Reply