બ્રહ્માસ્ત્ર એ ભગવાન બ્રહ્મા દ્વારા બનાવેલ એક શસ્ત્ર છે જે સમગ્ર વિશ્વનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે, અને સુભાષ પાલેકર ખેતીનું બ્રહ્માસ્ત્ર તેના નામની જેમ જ એક શક્તિશાળી જંતુ નિયંત્રણ શસ્ત્ર છે.
જો તમે પ્રાકૃતિક ખેતી કરો છો અથવા સજીવ ખેતી કરો છો, તમે જંતુનાશકની શોધ કરી રહ્યા છો જે કુદરતી રીતે જીવાતોને નિયંત્રિત કરે છે, તો બ્રહ્માસ્ત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. બ્રહ્માસ્ત્ર રાસાયણિક જંતુનાશકોથી ઓછું નથી.
બ્રહ્માસ્ત્ર જંતુનાશકનું પ્રાકૃતિક ખેતીમાં મહત્વ અને બનાવવાની પદ્ધતિ જાણો.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં તમામ પ્રકારના જંતુનાશકોની જેમ બ્રહ્માસ્ત્ર પણ ઘરે જ બનાવવામાં આવે છે, તો ચાલો જાણીએ બ્રહ્માસ્ત્ર બનાવવાની પદ્ધતિ.
2 બ્રહ્માસ્ત્ર બનાવવાની રીત.
બ્રહ્માસ્ત્ર બનાવવા માટે એવા વૃક્ષો અને છોડના પાંદડા પસંદ કરવામાં આવે છે, જેના પર જીવજંતુના હુમલાની લગભગ કોઈ શક્યતા જ ન હોય અથવા તો તેને ક્યારેય કોઈ પણ પ્રકારની જીવાતની અસર ન થાય.
બ્રહ્માસ્ત્ર બનાવવા માટે જરૂરી ઘટકો
(1) દેશી ગાયનું ગૌમૂત્ર – 10 લિટર
(2) લીમડાના પાનની ચટણી – 3 કિલો
(3) કરંજના પાનની ચટણી – 2 કિલો
(4) સીતાફળીના પાનની ચટણી – 2 કિલો
(5) સફેદ ધતુરાના પાનની ચટણી – 2 કિલો
(6) જામફળીના પાનની ચટણી – 2 કિલો
(7) આંબાના પાનની ચટણી – 2 કિલો
(8) એરંડાના પાનની ચટણી – 2 કિલો
(9) બિલ્લીપત્રની ચટણી – 2 કિલો
બધા પ્રકારના વૃક્ષો અને છોડના પાંદડા બધે ઉપલબ્ધ હોતા નથી, તેથી તમે તમારા સ્થાનિક કોઈપણ ચાર કે પાંચ પ્રકારના વૃક્ષો-છોડ પસંદ કરીને તેમના પાંદડા દ્વારા બ્રહ્માસ્ત્ર બનાવી શકો છો.
આ પાંચ વૃક્ષો-છોડ ના પાંદડાની ચટણી એક વાસણમાં ગૌમૂત્ર ઉમેરીને
મિશ્રણ કરો.
મિશ્રણના વાસણને ધીમી આંચ પર ગરમ કરો જ્યાં સુધી તે બેથી ત્રણ વખત ઉકળે નહીં.
મિશ્રણને 24 કલાક છાંયામાં રાખો જેથી તે સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય.
હવે તેને કપડાથી ગાળી લો અને સંગ્રહ કરો અને ધ્યાન રાખો કે તેને તાંબાના વાસણમાં ન રાખો. બ્રહ્માસ્ત્ર હવે ઉપયોગ માટે તૈયાર છે.
3 બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરવો?
પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીમાં, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ મોટી જીવાંત અને ઈયળના નિયંત્રિત કરવા માટે થાય છે.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતી તમામ જંતુનાશકો બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્કની ખાસ વાત એ છે કે તે કૃષિમિત્ર જંતુઓને નુકસાન કરતું નથી.
100 લિટર પાણીમાં 2 થી 3 લિટર બ્રહ્માસ્ત્ર ભેળવીને પાક પર છંટકાવ કરવો.
બ્રહ્માસ્ત્રની માત્રા વૃક્ષ-છોડ અથવા પાક પરના રોગની માત્રા અને પાક કેટલા દિવસનો થયો છે તેને ધ્યાનમાં રાખીને વધારી કે ઘટાડી શકાય છે.
બ્રહ્માસ્ત્રને 6 મહિના સુધી સંગ્રહિત કરી શકાય છે, ત્યારબાદ તેને જમીન પર ફેંકીને નાશ કરવો જોઈએ.
તમામ ખેડૂત ભાઈઓને જય ગૌમાતા, જો તમને પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં રસ હોય, તો તમારે અમારી વેબસાઈટ પ્રાકૃતિક ખેતી ડોટ કોમની મુલાકાત અવશ્ય લેવી જોઈએ જેથી કરીને તમે પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર માહિતી મેળવી શકો.
જો તમારી પાસે અમારા માટે કોઈ સૂચન કે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખો. આભાર.


મગફળીના પાકમાં કેટલા પ્રમાણમાં બ્રહ્માસ્ત્ર છાંટવું જોઈએ 30 દિવસનો પાક
100 લિટર પાણીમાં 2 થી 3 લિટર બ્રહ્માસ્ત્ર ભેળવીને પાક પર છંટકાવ કરવો.