ભારતના ખેડૂતો હાલમાં જેનેટિકલી મોડિફાઇડ (GM) પાકો વિશે ચિંતિત છે. તેમનું કહેવું છે કે આ ટેકનોલોજી તેમની રોજી-રોટી, સ્વતંત્રતા અને પર્યાવરણ માટે જોખમરૂપ બની શકે છે. પરંતુ આ GM પાકો છે શું? અને ખેડૂતો તેનો વિરોધ શા માટે કરી રહ્યા છે? ચાલો વિગતે સમજીએ.
શું છે GM (Genetically Modified) પાકો?
GM પાકો એ એવા છોડ છે જેઓની DNA રચનામાં માનવ હસ્તક્ષેપ દ્વારા ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફાર જેનેટિક એન્જિનિયરિંગ ટેકનિક દ્વારા થાય છે.
GM પાકોના મુખ્ય ફાયદા
તેમાં સંકળાયેલ કંપનીઓ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે જેથી જીવાત પ્રતિકારક (Pest Resistant) એટલે કે રોગ ઓછો આવશે તેમજ પોષક તત્વોમાં સમૃદ્ધ (Enhanced Nutrition) અથવા તો દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પાકને સહનશીલ બનાવવામાં આવે છે. (Drought & Climate Resilience)
ઉદાહરણરૂપે, સોયાબીન, મકાઈ, કપાસ (BT Cotton) અને કનોલા વિશ્વમાં સૌથી વધુ GM પાકો છે.
પણ તેના નમૂના રૂપે ભારતમાં કપાસ (BT Cotton) જે એકમાત્ર માન્ય GM પાક વવાય છે પણ શું તેમાં કંપનીના એક પણ દાવા સિદ્ધ થાય છે? બસ ખેડૂત નો આજ પ્રશ્ન છે.
GM પાકોના ખતરાઓ અને પ્રશ્નો
કોર્પોરેટ નિયંત્રણ (Corporate Control of Seeds) GM બીજ મોટા કોર્પોરેશનોના માલિકીના હેઠળ હોય છે. ખેડૂતોને દર વર્ષે નવું બીજ ખરીદવું પડે છે, જેના કારણે તેમની આર્થિક સ્વતંત્રતા ઘટે છે અને દેવામાં ફસાઈ શકે છે.
પર્યાવરણ પર અસર (Environmental Impact) GM પાકો “Super Weeds” પેદા કરી શકે છે – જે જીવાતનાશકો સામે પ્રતિકારક બને છે, પરિણામે રસાયણો પર ફરીથી નિર્ભરતા વધે છે.
જૈવવૈવિધ્યનો ખતરો (Loss of Biodiversity) સ્થાનિક પાક જાતો GM પાકોથી બદલાઈ જાય છે, જે પરંપરાગત ખેતી પ્રણાલીઓને જોખમમાં મૂકે છે.
આરોગ્ય સંબંધી ચિંતાઓ (Health Concerns) કેટલાક વૈજ્ઞાનિક જૂથો લાંબા ગાળાના પ્રભાવ વિશે સાવધાની રાખે છે — જેમ કે એલર્જી અથવા એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ.
જૈવિક પ્રદૂષણ (Genetic Contamination) GM પાકોના પરાગકણો અન્ય ઓર્ગેનિક ખેતરોમાં પહોંચીને તેમની શુદ્ધતા બગાડી શકે છે. જેના કારણે ઓર્ગેનિક ખેડૂતોને સર્ટિફિકેશન ગુમાવવાનો ખતરો રહે છે.
ભારતના ખેડૂતોની ચિંતા
દક્ષિણ રાજ્યોમાં ખેડૂતો GM પાકોના વિરોધમાં ઉતર્યા છે. તેમના મુખ્ય કારણો છે:
બહુરાષ્ટ્રીય કંપનીઓ પર નિર્ભરતા,
ઓર્ગેનિક ખેતીમાં પ્રદૂષણનો ખતરો,
નવા બીજના વધુ ખર્ચથી આર્થિક ભાર,
માટીની ગુણવત્તા અને પર્યાવરણ પર અસર
ખેડૂતોનું માનવું છે કે કોઈપણ નિર્ણય લાંબા ગાળાની પર્યાવરણીય સસ્ટેનેબિલિટી અને ખેડૂતોના હક્કોનું રક્ષણ ધ્યાનમાં રાખીને લેવો જોઈએ.
અંતિમ વિચાર
ભારતમાં GM પાકો અંગેની ચર્ચા હજુ ચાલુ છે. એક બાજુ બહુરાષ્ટિય કંપનીઓ ઉત્પાદન વધારવાના દાવા કરે છે તેની સામે બીજી બાજુ ખેડૂતોની સ્વતંત્રતા અને પર્યાવરણની સુરક્ષા પર ખતરો તોળાય રહીયો છે.
અંતે નિર્ણય એ બાબત પર આધારિત રહેશે કે બહુરાષ્ટિય કંપનીઓ સામે ખેડૂતો, અનાજ ઉપભોગતા અને પર્યાવરણ પ્રેમી વચ્ચે સરકાર ના અભિપ્રાયો પર!
તમે શું માનો છો? ભારતે GM પાકોને સંપૂર્ણ રીતે સ્વીકારવા જોઈએ કે વિચારપૂર્વક આગળ વધવું જોઈએ? તમારા વિચારો નીચે કોમેન્ટમાં જણાવો — અને હંમેશાની જેમ, હેપ્પી ફાર્મિંગ!
